ભરૂચ: કસક ગરનાળામાં પોલીસની મીની બસ ફસાઈ, ભારે ટ્રાફિકજામના દ્રશ્યો

બસ ફસાતા જ ગરનાળાની બન્ને તરફ ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દોઢ કલાક સુધી ગરનાળાની બંને તરફ લાંબો ટ્રાફિકજામ સર્જાયો જેમાં અનેક વાહન ચાલકો અટવાયા

New Update
Bharuch Heavy Trafficjam

ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જઈ રહી છે તેવામાં આજરોજ શહેરના કસક ગરનાળામાં પોલીસ વિભાગની મીની બસ ફસાઈ ગઈ હતી. જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.બસ ફસાતા જ ગરનાળાની બન્ને તરફ ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.દોઢ કલાક સુધી ગરનાળાની બંને તરફ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

જેમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુપર માર્કેટ સુધી ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા. ગરનાળાની ઉંચાઈનો ખ્યાલ ન રહેતા વારંવાર બસ ફસાઈ જવાની ઘટના બને છે ત્યારે સાંજના સમયે બનતી આવી ઘટનાઓના પગલે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

Latest Stories