ભરૂચ : જંબુસરના જમીઅહ કિલૂમુલ કુરઆન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાની પોલીસ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવાય

 જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણ, મોબાઈલ એપ, વિવિધ વેબસાઈટ અને ટેક્નોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી

New Update
Advertisment
  • જંબુસરના જમીઅહ કિલૂમુલ કુરઆન ટ્રસ્ટનું આયોજન

  • ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થા ખાતે કાર્યક્રમ યોજાયો

  • પોલીસ વિભાગ દ્વારા સંસ્થાની શુભેચ્છા મુલાકાત લેવાય

  • વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે સેતુબંધ રચવા આયોજન

  • જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક રહ્યા ઉપસ્થિત 

Advertisment

ભરૂચ જિલ્લાના જંબુસર નગરની "જમીઅહ કિલૂમુલ કુરઆન" ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાની જંબુસર પોલીસ વિભાગ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આધુનિક યુગમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુબંધ રચાય તેમજ પોલીસ પ્રજાની વચ્ચે આવે અને લોકો પોલીસને મિત્ર માને તેવા સુંદર અભિગમ સાથે ભરૂચ જિલ્લાના જંબુસર નગરની "જમીઅહ કિલૂમુલ કુરઆન" ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાની જંબુસર પોલીસ વિભાગ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક cના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થી શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત અતિથિનું પુષ્પગુચ્છ આપી સંસ્થાના ઉપપ્રમુખ અને નાયબ મોહતમીન મુફ્તી અરસદ સાહેબે સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાપ્રશ્ન હોય તો સંવાદ કરી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

 જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણમોબાઈલ એપવિવિધ વેબસાઈટ અને ટેક્નોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના ઉપપ્રમુખ દ્વારા આભારવિધિ કરી ઉપસ્થિતોનો આભાર માનવામાં આવ્યો હતો.

Latest Stories