New Update
ભરૂચ એલસીબીનો સ્ટાફ હાંસોટ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન બાતમી મળી હતી કે હાંસોટના ઇલાવ ગામની સીમમાં કિમ નદીના કિનારે ખુલ્લી જગ્યામા પત્તાપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે દરોડા પાડતા જુગારિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 11 મોબાઈલ ફોન સહિત રોકડ 3,81,500 મળી કુલ રૂપિયા 4,66,500નો મુદ્દામાલ કબ્જે કરી 11 જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો ઝઘડિયા પોલીસે બાતમીના આધારે ગોવાલી ગામે નવીનગરીમા સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તા પાનાથી હારજીતનો જુગાર રમતા ઇસમોને રોકડા રૂપીયા 10,600 તેમજ જુગાર રમવાના સાધનો સહિત એક મોબાઇલ ફોન, એક્ષેસ સ્કુટર, મોપેડ મળી કુલ કિ.રૂ.1.22 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા જીજ્ઞેશ પટેલ, કિશનભાઇ ઉર્ફે મિસુ વસાવા, દલસુખ વસાવા સહિત 5 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.
Latest Stories