અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નવા કાસીયા ગામમાંથી જુગાર રમતા પાંચ જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા કાસીયા ગામના મોદી ફળિયામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગારી ગણેશ કેસૂર વસાવા,ધર્મેશ રણજિત પટેલ,ફતેશ વસાવા અને રમેશ વસાવા તેમજ જીતુ વસાવાને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દિવા જળકુંડની બાજુમાં સ્મશાન પાસે બાવળની ઝાડી નીચે જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે બે જુગારી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના નવા દિવા જળકુંડની બાજુમાં સ્મશાન પાસે બાવળની ઝાડી નીચે ખુલ્લામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 14 હજારથી વધુના મુદ્દામાલ સાથે જુગારી નટવર કાલિદાસ રાઠોડ,અરુણ વસાવા અને રાહુલ વસાવા,રાકેશ વસાવા તેમજ સુમિત વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બે જુગારી ફરાર થઇ ગયા હતા.