ભરૂચ જિલ્લામાં ઉત્પાદન પ્રક્રિયાથી ધમધતી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમિકોની અછતથી પ્રોડક્શન ઠપ

ભરૂચ જિલ્લામાં ધમધમતી ઉદ્યોગ નગરી હાલમાં ઠપ થઈ ગઈ છે,દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વની ઉજવણી માટે શ્રમિકોએ માદરે વતનની વાટ પકડતા કામદારોની ભારે અછત સર્જાઈ છે.

New Update

ભરૂચ જિલ્લામાં ધમધમતી ઉદ્યોગ નગરી હાલમાં ઠપ થઈ ગઈ છે,દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વની ઉજવણી માટે શ્રમિકોએ માદરે વતનની વાટ પકડતા કામદારોની ભારે અછત સર્જાઈ છે.

Advertisment
ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા,દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતમાં કામદારોની મોટી અછત સર્જાઈ છે,દિવાળીનો પર્વ અને છઠ્ઠ પૂજાને કારણે ઉત્તર ભારતીય કામદારો માદરે વતનની વાટ પકડી છે.છઠ્ઠ પૂજાના પર્વને કારણે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા,દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતમાં કામદારોની મોટી ઘટ પડતા સ્થાનિક ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર ભારતમાં દિવાળી પર્વની જેમ જ  છઠ્ઠ પૂજાનાં પર્વનુ ખૂબ જ મહાત્મય જોવા મળે છે.દેશભરમાં ધંધા-રોજગાર અર્થે વસતા પરપ્રાંતીય કામદારો છઠ્ઠ પૂજા સમયે માદરે વતન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ કૂચ કરતા હોય છે.જેની પ્રત્યક્ષ અસર ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે.
અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા,દહેજ સહિત જીઆઇડીસી વસાહતની વાત કરીએ તો ઉદ્યોગોમાં ફરજ બજાવતા અંદાજે 3 થી 4 લાખ જેટલા કામદારો પૈકી અડધોઅડધ કામદારો છઠ્ઠ પૂજા પર્વ નિમિત્તે વતન પહોંચી જતા હોય છે.દિવાળી અંતર્ગત વિવિધ પર્વની શરૂઆત થતાં જ ઉત્તર ભારતીય કામદારો સહ પરિવાર પોતાના વતન જતા હોય છે અને તેને પરિણામે એક થી દોઢ મહિના બાદ પરત ધંધા-રોજગાર અર્થે આવતા હોય સ્થાનિક ઉદ્યોગ સંચાલકો માટે કામદારોની મોટી અછત સહન કરવાની નોબત સર્જાતી હોય છે.
Advertisment
ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતોના મોટાભાગના કારખાનામાં પરપ્રાંતિય કામદારો મોટી સંખ્યામાં કામ કરે છે, પરિણામે આગામી  એક-દોઢ મહિના સુધી તમામ ઉદ્યોગ સંચાલકોએ વૈકલ્પિક કામદારોની હંગામી ભરતી કરવી પડતી હોય છે અને તેની સીધી અસર ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે.માંડ માંડ થોડા મહિનાઓથી ઉદ્યોગજગતની ગાડી પાટે ચઢી હતી ત્યાં છઠ્ઠ  પૂજાને પગલે કામદારોનું મિની-વેકેશન ઉદ્યોગજગતની મુશ્કેલીઓ વધારશે તેમાં કોઈ જ બેમત નથી.આ ઉપરાંત જ્યારે કામદારોની ઉદ્યોગમાં વાપસી થશે ત્યારે વિદેશમાં ક્રિસમસ વેકેશનની શરૂઆત થશે જેની અસર પણ આયાત નિકાસ પર પડવાના કારણે ઉદ્યોગો માટે પડતા પાટું જેવો ઘાટ સર્જાશે.
Advertisment
Read the Next Article

ભરૂચ ટ્રક અને સરકારી જીપ વચ્ચે અકસ્માત, જંબુસરના પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે

New Update
accident આમોદ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટનાની તીવ્રતા વધી હતી. આ અકસ્માત દરમિયાન ગાંગુલી સાહેબનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકના વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, જો જીપ થોડી સેકન્ડ પણ આગળ વધી ગઈ હોત, તો મોટો વિઘાટ સર્જાઈ શક્યો હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ ટળી છે.

Advertisment