નેત્રંગ તાલુકામાં વિકાસના કામોની ફાળવણીમાં વ્હાલા દવલાની નીતિના કોંગ્રેસ અગ્રણીના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન

કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને કોંગ્રેસના કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન પર ઉતર્યા હતા,અને તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો

New Update
Sherkhan Pathan
નેત્રંગ તાલુકા પંચાયતમાં ATVT યોજના હેઠળ વિકાસના કામોની ફાળવણી અંગે કોંગ્રેસ અગ્રણી દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા,અને તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું.
નેત્રંગ તાલુકા પંચાયતમાં ATVT યોજના અંતર્ગત ગામે-ગામ રોડ-રસ્તા,બોર-મોટર અને સંરક્ષણ દિવાલ જેવા વિકાસના કામોની ગ્રાન્ટની ફાળવણીનું આયોજન કરાયું હતું.જેમાં માત્ર પાંચ-છ ગ્રામ પંચાયતમાં તમામ કામોની ફાળવણી કરાઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને કોંગ્રેસના કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન પર ઉતર્યા હતા,અને તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો.
નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સુહેલ પટેલે કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણની રજૂઆત સાંભળી નેત્રંગ તાલુકાના દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામોની ફાળવણી કરાશે તેવી બાંહેધરી આપતા આખરે મામલો શાંત પડ્યો હતો.
Latest Stories