અંકલેશ્વર: ન.પા.દ્વારા જીનવાલા સ્કૂલ નજીકના દબાણો કરાયા દૂર, ટ્રાફિકને અડચણરૂપ હોવાની મળી હતી ફરિયાદ

અંકલેશ્વર નગર પાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

New Update

અંકલેશ્વર નગર સેવા સદનની કાર્યવાહી

ગેરકાયદેસર દબાણો દુર કરાયા

ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા

જીનવાલા સ્કુલ નજીક ઉભા કરાયા હતા લારીગલ્લા

દબાણકર્તાઓમાં ફફડાટ 

અંકલેશ્વર નગર પાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની ઇ.એન.જિનવાલા સ્કૂલના ગેટ પાસે લારી-ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે અવારનવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું જેના પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.આ અંગેની અઢળક ફરિયાદ નગર સેવા સદનને મળતા નગર પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.જે લારી ગલ્લાધારકોએ જાતે દબાણ હટાવ્યા ન હતા એમના લારીગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નગરસેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હટાવો ઝુંબેશ તો હાથ ધરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ફરીથી જે સે થૈની થઈ જાય છે અને ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે
Latest Stories