અંકલેશ્વર:  વિવિધ વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ પવન સાથે ધોધમાર વરસાદ

ભારે ઉકળાટ અને બફારા વચ્ચે બપોર અને સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું હતું. અંકલેશ્વરશહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

New Update
Ankleshwar Rainfall
અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પુનઃ એન્ટ્રી થઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે બપોર અને સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું હતું.શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ચોમાસાના ધમાકેદાર આગમન બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો જેના કારણે વાતાવરણમાં ઉકળાટ અને બફારો અનુભવાતો હતો જોકે આજે વરસેલા વરસાદના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી અને સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.