New Update
અંકલેશ્વરમાં પુનઃ સર્જાયુ ધુમ્મસનું વાતાવરણ
ઝીરો વિઝિબિલિટી જેવો માહોલ સર્જાયો
ઉદ્યોગો માંથી નીકળતો ધુમાડો ભેજમાં ભળ્યો
GPCBએ ઉદ્યોગોને અગાઉ આપી હતી સૂચના
GPCBની શિખામણને ઢોલીને પી જતા ઉદ્યોગો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાં વરસાદી માહોલ જામતા ઉદ્યોગોની ચીમની માંથી નીકળતો ધુમાડો ભળવાના કારણે ધુમ્મસમય વાતાવરણ સર્જાયું હતું.
અંકલેશ્વરમાં પુનઃ એકવાર વરસાદી માહોલ જામ્યો છે,અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે,જોકે પુનઃ એકવાર ધુમ્મસનું આવરણ પણ છવાઈ ગયું હતું. કહેવાય છે કે અંકલેશ્વરના ઉદ્યોગોની ચીમની માંથી નીકળતા ધુમાડા ભેજવાળા વાતાવરણમાં મિક્સ થવાના કારણે વાતાવરણમાં ધુમાડાની ચાદર પથરાય જાય છે,અને વાતાવરણ ધુમ્મસમય બની જાય છે.વરસાદમાં સર્જાયેલા ધુમ્મસમય વાતાવરણથી ઝીરો વિઝિબિલિટી જેવો માહોલ સર્જાય ગયો છે.અગાઉ પણ જ્યારે આ રીતનું વાતાવરણ સર્જાયું હતું,ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગોને પોતાના ઇન્સિનેટર બંધ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી,જોકે GPCBની શિખામણને પણ ઉદ્યોગો ઘોળીને પી ગયા હોવાની ચર્ચાઓ પણ લોકમુખે ચર્ચાઈ રહી છે.
Latest Stories