-
ભરૂચમાં હોળીના પર્વની કરાય ઉજવણી
-
રાજસ્થાની પરિવારો દ્વારા ઉજવણી કરાય
-
પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી
-
પરંપરાગત ઘેર ઉત્સવની રમઝટ જોવા મળી
-
મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારના સભ્યો જોડાયા
વર્ષો પહેલાં રોજી રોટી માટે આવીને ભરૂચને કર્મભૂમિ બનાવી ભરૂચ-અંકલેશ્વરમાં વસવાટ કરતા રાજસ્થાની સમાજના લોકો દ્વારા હોળીના તહેવારની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. આજે પણ ભરૂચમાં વસવાટ કરતાં રાજસ્થાની પરિવારો એક સાથે ભેગા થઈને ફાગોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરી રહ્યાં છે જેના ભાગરૂપે ભરૂચ જીઆઈડીસીમાં ફાગઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજસ્થાની પરિવારોની હોળી ઉત્સવમાં પરંપરાગત ઘેર નૃત્યની રમઝટ જોવા મળી રહી છે. પુરૂષ પગમાં ઘૂંઘરૂં, માથા પર, સાફો, ધોતી-કુર્તા, ડફલી, વાંસળી સાથે રાજસ્થાની ફાગણ ધમાલ નૃત્ય કરી હોળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. હોળીના પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારના સભ્યો જોડાયા હતા અને રાજસ્થાની સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.