ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર રાજેન્દ્રસિંહ રણાની વરણી, કોંગી આગેવાનો-કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી...

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાની ફરીથી વરણી કરવામાં આવતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

New Update
  • ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

  • રાહુલ ગાંધીના સૂચન હેઠળ જવાબદારી સોંપવામાં આવી

  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર સુકાન સોંપાયું

  • જિલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાની ફરી વરણી કરાય

  • કોંગી આગેવાનોએ રાજેન્દ્રસિંહ રણાને શુભેચ્છાઓ પાઠવી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાની ફરીથી વરણી કરવામાં આવતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર રાજેન્દ્રસિંહ રણાની વરણી કરવામાં આવી છે. રાહુલ ગાંધીના માર્ગદર્શન અને સૂચન હેઠળ આ મહત્વપૂર્ણ જવાબદારી ફરીથી રાજેન્દ્રસિંહ રણાને સોંપવામાં આવી છેત્યારે જિલ્લા પ્રમુખ તરીકેની પુન:વરણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રાજેન્દ્રસિંહ રણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોદ્દેદારોએ તેમને શુભેચ્છા પાઠવી અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. રાજેન્દ્રસિંહ રણાની નેતૃત્વ ક્ષમતાસંગઠનાત્મક દક્ષતા અને કાર્યકરોમાં લોકપ્રિયતાને ધ્યાને લેતા પક્ષે ફરીથી તેમની પસંદગી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Latest Stories