New Update
/connect-gujarat/media/media_files/KT6t6V728jZktQONbsID.jpg)
ભરૂચમાં સ્કૂલ વેન માંથી ડ્રગ્સ વેચવાના આરોપસર પોલીસના હાથે ઝડપાયેલ આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું,જોકે આ અંગે ખુદ ભરૂચ કોંગ્રેસ સેવાદળ દ્વારા પોતાના FB પેજ પર પોસ્ટ કરવામાં આવતા રાજકરણમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ભરૂચમાં સ્કૂલ વેનના ચાલક ડ્રગ્સ કેસમાં આરોપી પ્રકાશ પટેલ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે,જે અંગેની પોસ્ટ ભરૂચ કોંગ્રેસ સેવાદળે પોતાના ફેસબુક પેજ પર શેર કરી હતી,અને લખ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાળા પાપ છાપરે ચઢીને પોકારી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસના આરોપીને ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાનો નજીકનો કાર્યકર્તા કહેવામાં આવ્યો છે.અને લોકસભા ચૂંટીણીમાં કોંગ્રેસ આપનું ગઠબંધન હતું.ચૈતર વસાવાની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પ્રચારમાં જોડાયા હતા.જ્યારે કેન્દ્રીય રાજનીતિમાં પણ કોંગ્રેસ અને આપ વચ્ચે જોડાણ છે,ત્યારે ભરૂચ કોંગ્રેસ સેવાદળની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકારણની ફસલમાં વિવાદોના નવા બીજ રોપ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.