અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવેનું સમારકામ શરૂ, વાહનચાલકોને મળશે રાહત

અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

New Update

ભરૂચમાં ચોમાસામાં માર્ગોની બિસ્માર હાલત

માર્ગો બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી હાથ ધરાય

અંકલેશ્વર- વાલિયાને જોડતા સ્ટેટ હાઇવેનું સમારકામ

વાહનચાલકોને મળશે રાહત

અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર માર્ગ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે જેના કારણે વાહનચાલકોને રાહત મળવાની સંભાવના છે..

ચોમાસામાં વરસેલ ભારે વરસાદના પગલે ભરૂચ જિલ્લાના વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા.જેના કારણે વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થતાં હવે સમગ્ર જિલ્લાના વિવિધ માર્ગો પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતા મહત્વના સ્ટેટ હાઇવે પર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ હતી.

અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે માર્ગ પર પડેલ ખાડાઓનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ કલેકટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં  ગતરોજ માર્ગના સમારકામ અંગે રીવ્યુ બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દિવાળી પૂર્વે તમામ બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

Latest Stories