New Update
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીના ગેટ બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી બેગમાં રહેલા રૂપિયા 1 લાખ 50 હજારની ચોરી કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જી.આઈ.એલ કોલોની પાસે આવેલ આકાશગંગા સોસાયટીમાં રહેતા હર્ષ નરેશભાઈ પટેલ યોગીરાજ એન્ટર પ્રાઇઝ નામથી કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરે છે.હર્ષ તારીખ 15મી ઓગસ્ટના રોજ પોતાના મામાને ત્યાંથી પોતાની ઓફિસ બેગમાં રોકડા રૂપિયા 1 લાખ 50 હજાર લઈ પોતાની કારમાં સાથે લઈને ઓફિસમાં ગયા હતા. જ્યાંથી પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીમાં તેઓના કાકાને મળવા માટે કંપનીમાં ગયા હતા અને કાર કંપનીના ગેટ નજીક પાર્ક કરી હતી. તે દરમિયાન ગઠિયાઓ કારના કાચ તોડી અંદર રહેલ 1 લાખ 50 હજાર રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા.
ચીલઝડપની ઘટનાને અંજામ આપનાર ગઠિયા બાઇક લઈ ભાગતા સીસીટીવીમાં કેદ થયા છે. ઘટના અંગે જ્યારે હર્ષ પટેલ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ચોરી થયેલ બેગ કોસમડી ગામ પાસેથી મળી આવ્યું હતું,જોકે બેગમાં ચેક કરતા અજાણ્યા ગઠિયાઓએ બેગ માંથી રૂપિયા કાઢી લીધા હોવાનું માલુમ પડ્યું હતું, હાલમાં જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories