-
વાગરા પોસ્ટ ઓફિસની મુખ્ય કચેરીમાં ચોરી થતાં ચકચાર
-
બારીમાં બાકોરું પાડી તસ્કરોએ કર્યો પોસ્ટ ઓફિસમાં પ્રવેશ
-
પોસ્ટ ઓફિસમાં ચોરીની ઘટનાને અંજામ આપતા ચકચાર
-
બનાવના પગલે પોસ્ટ ઓફિસમના કર્મચારીઓ દોડી આવ્યા
-
રોકડ સહિતના મુદ્દામાલની ચોરી અંગે પોલીસ તપાસ શરૂ
ભરૂચ જિલ્લાની વાગરા પોસ્ટ ઓફિસની બારીમાં બાકોરું પાડી તસ્કરોએ પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
તસ્કરોએ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દીવાલમાં લગાવેલ તિજોરીને ગેસ કટર વડે કાપી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગત ગુરુવારના રોજ રાબેતા મુજબનું કચેરીનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા, ત્યારબાદ દેવદિવાળીનો તહેવાર હોય જેને લઈ રજા હોવાથી કચેરી તસ્કરોના નિશાને ચઢી હતી. બનાવ બાદ પોસ્ટ માસ્ટર તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
જોકે, તસ્કરોએ કેટલા રૂપિયા સહિતના મુદ્દામાલની ચોરી કરી છે, તે અંગે સત્તાવાર કોઈ માહિતી સાંપડી નથી, ત્યારે હાલ તો પોલીસ દ્વારા ચોરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.