New Update
અંકલેશ્વર હાઉસિંગ એશો.દ્વારા રજુઆત
રખડતા ઢોરના ત્રાસ મામલે રજુઆત કરાય
અકસ્માતના બનાવોમાં વધારો
ટ્રાફિકજામની પણ પરિસ્થિતિ
નોટીફાઈડ એરિયા ઓથો.માં રજુઆત કરાય
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં દિવસને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે.રખડતા ઢોરના કારણે અકસ્માતોના અનેક બનાવો બને છે. સાથે જ ટ્રાફિકજામની સમસ્યાનું પણ નિર્માણ થાય છે ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશનના સભ્યો અને મહિલાઓ દ્વારા અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી અને રહેણાંક વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માંગણી કરવામાં આવી હતી.
આ તરફ નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર સી.કે.પટેલે બે દિવસમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવશે એવુ આશ્વાસન આપ્યું હતું.
રસ્તે રખડતા ઢોરને પકડી ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Latest Stories