New Update
/connect-gujarat/media/media_files/2025/07/14/accident-2025-07-14-16-00-08.jpg)
અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉપર કન્ટેનર પાછળ આઇસર ટેમ્પો ભટકાતા ચાલકનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે.ત્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉપર ખામીત્રસ્ત ઉભેલ કન્ટેનર પાછળ આઇસર ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં આઇસર ટેમ્પો ચાલક કેબિનમાં સ્ટેયરીંગ સાથે દબાઈ ગયો હતો.આ અંગે 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડી.પી.એમ.સીના જવાનોની મદદ વડે ચાલક કુલદીપસિંહ મનીસિંહ પોનિયાને બહાર કાઢી તેને તપાસ કરતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories