ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ, મોટરસાયકલો તથા લેપટોપ જેને જંબુસર પોલીસે શોધી કાઢી જંબુસર ડીવાયએસપી, પીઆઇ તથા પીએસઆઇની ઉપસ્થિતિમાં મૂળ માલીકોને પરત કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ, ચોરી થયેલ મોબાઈલો, મોટરસાયકલો, લેપટોપની જે તે અરજદારોએ સીઆર પોર્ટલ પર અરજી કરી હતી. જે અનુસંધાને જંબુસર પોલીસે સીઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ, ચોરી થયેલ વાહનો, મોબાઈલો, લેપટોપને શોધી કાઢી અરજી કરનાર અરજદારોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરી, પીઆઈ એ.વી.પાણમિયાની ઉપસ્થિતિમાં અરજદારોને 6 મોબાઈલ, 3 બાઈક, 1 લેપટોપ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પીએસઆઇ કે.એન.સોલંકી, પી.એન.વલવી, કે.બી.રાઠવા સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ બદલ તમામ અરજદારોએ જંબુસર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.