અંકલેશ્વર-હાંસોટને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર
બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોને હાલાકી
વાહનોમાં નુકશાન થવાનો પણ ચાલકોને અંદાજ
લોકોને અકસ્માત થવાનો સતાવી રહ્યો છે ભય
વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ કરવા માંગ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટને જોડતા સ્ટેટ હાઈવેની હાલત બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પરથી હજારો વાહનોની સતત અવર જવર રહેતી હોય છે. તેવામાં ચોમાસા દરમ્યાન અહીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ નજીક સ્ટેટ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. રોડ પર અઢળક ખાડાના કારણે અવર જવર કરતા વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, વાહન ચાલકોને પોતાના વાહનોમાં નુકશાન તેમજ અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં મોટા ભાગના રસ્તાઓની હાલત ચોમાસાના કારણે વધુ બિસ્માર બની છે. જેથી ખખડધજ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.