ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા તોફાની બની, વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સવાલોનો મારો ચલાવ્યો

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા આઇકોનિક રોડ તેમજ હાઈ માસ્ટ પોલના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિપક્ષની આક્રમકતાથી તોફાની બની હતી.

New Update
  • ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા

  • પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં આયોજન

  • વિપક્ષના વિરોધ વચ્ચે સભા તોફાની બની

  • વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના કરાયા આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા આઇકોનિક રોડ તેમજ હાઈ માસ્ટ પોલના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિપક્ષની આક્રમકતાથી તોફાની બની હતી.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં  પાલિકાના સભા ખંડ ખાતે મળી હતી.જેના પ્રારંભે પાલિકા વિપક્ષના સભ્ય  સલીમ અમદાવાદીએ શહેરની સમસ્યાઓ અંગે તેઓએ પાઠવેલ પત્રના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી જેમાં શાસક પક્ષ ધ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ કરવાનું કહી વિપક્ષી સભ્યોને શાંત પાડ્યા હતા..જે બાદ એજન્ડા પરના વિવિધ 29 મુદ્દાઓ પર ચર્ચા શરું થઈ હતી.વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશ્વ મેઘ ઘાટ સ્મશાન ખાતે લાગણી દુભાઈ  તે હદે ગંદકી હોવાનું જણાવી પાલિકા ધ્વારા સ્વછતા અંગે ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરતા તમામે  માટે સહમતિ દર્શાવી હતી.જે બાદ આઇકોનિક રોડ તેના પોલ તેમજ વોર્ડ નબર છના હાઇમાસ્ટ પોલ સ્પેસિફિકેશન મુજબના ન  હોવાનું જણાવી શાસક પક્ષ  ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરી તપાસ સમિતિ નિમવાની માંગ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.તે દરમ્યાન શાસક પક્ષ ધ્વારા એજન્ડા પરના તમામ કામોને  બહુમતીના જોરે મંજૂરીની મ્હોર મારવા સાથે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા વિપક્ષ ધ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાના આક્ષેપ કરાયા હતા.
નગર સેવા સદનના  પ્રમુખ વિભૂતિ બા યાદવે વિપક્ષ ધ્વારા ચૂંટણી આવતી હોવાથી ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરી તેઓના પક્ષ અને પાલિકાને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું
આ સામાન્ય સભામાં જાતિવાદનો મુદ્દો પણ ઉઠ્યો હતો. વોર્ડ નંબર 10ના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સફાઈ મુદ્દે અરજદારને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અરજદારને પાકિસ્તાન ચાલ્યા જવા કહેવાયુ હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના નગરસેવિકા સાદીકા શેખે સામાન્ય સભામાં સવાલો ઉઠાવ્યા હતા અને સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી
Latest Stories