ભરૂચ શહેરના આલી ઢાળ થી મોહમદપુરા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોમાં રોષ

ભરૂચ શહેરના આલી ઢાળ થી મહમદપુરા તરફ જવાનો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો અને રાહદારીઓ માટે માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ રૂપ બની ગયું છે.

New Update

brc roadsssss

ભરૂચ શહેરના આલી ઢાળ થી મહમદપુરા તરફ જવાનો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો અને રાહદારીઓ માટે માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ રૂપ બની ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આમ તો દરેક માર્ગ વરસાદમાં ખડધજ બની ગયા છે,જોકે કેટલાક એવા માર્ગ પણ છે કે જે માર્ગ દુરસ્ત બનતા ટ્રાફિક સહિતની મુશ્કેલીઓ સર્જી રહ્યા છે. એવો જ માર્ગ છે ભરૂચ શહેરના આલી ઢાળ થી મહમદ પુરા તરફ જતો અંદાજીત એક થી દોઢ કિલોમીટર નો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,આ માર્ગ પરથી પસાર થવું વાહન ચાલકો માટે શિરદર્દ સમાન બની ગયું છે,ખખડધજ માર્ગને કારણે દિવસ દરમિયાન ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ રહી હોવાની ફરિયાદો વાહન ચાલકોમાં ઉઠવા પામી છે.
અગાઉ આ માર્ગ અંગે નગરપાલિકા પ્રમુખ દ્વારા માર્ગ પરના ખાડા વહેલી તકે પુરી દેવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું,જોકે રસ્તો દિવસે ને  દિવસે વધુ બિસ્માર બની રહ્યો છે,અને રસ્તો તાતકાલિક નવો નથી બની શકવાનો પરંતુ સારી રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે.
પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે આ અંગે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા માર્ગ પર પડેલા ખાડા પુરવામાં આવે છે પરંતુ વરસાદના કારણે ફરીથી ખાડા પડી જાય છે,હાલમાં જેસીબી થી માર્ગ સરખો કરાવવામાં આવી રહ્યો છે અને ખાડાઉ પુરાણ કરવામાં આવશે ત્યારબાદ ચોમાસા પછી માર્ગ બનાવવામાં આવશે તેમ તેએઓ જણાવ્યું હતું. 
Latest Stories