New Update
બ્રહ્માકુમારીઝ દ્વારા સબજેલ ખાતે કેદીઓને રાખડી બાંધી રક્ષા બંધની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ સબજેલ ખાતે અંકલેશ્વર તાલુકાના મામલતદાર કરણસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારીઝ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે તમામ કેદીઓને રાખડી બાંધી રક્ષા બંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
સાથે બુરાઈઓ અને વ્યસનોમાંથી મુક્ત થવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.જ્યારે જીવનમાં સકારાત્મક વિચારધારા અપનાવી શ્રેષ્ઠ કર્મ કેવી રીતે કરી શકાય તે માટે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સબ જેલના જેલર જીગ્નેશભાઈ વસાવા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જેઓને પણ રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories