New Update
ભરૂચ જિલ્લામાં વરસાદ અનરાધાર વરસ્યો હતો.અને જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 9587 મી.મી નોંધાયો હતો.તો બીજ તફર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 20 ફૂટે પહોંચી હતી.
ભરૂચ જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે,ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન વરસેલા મુશળધાર વરસાદે સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું.જ્યારે અગાઉ સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા અંદાજીત 4 લાખ ક્યુસેક પાણીના કારણે ગોલ્ડન બ્રિજની જળ સપાટી 27 ફૂટ નજીક પહોંચી હતી,જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવી હતી,જ્યારે ખેતરોમાં પણ પૂરના પાણીએ જમાવટ કરી હતી,જ્યારે ઢાઢર નદીએ પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું.અને જંબુસર તેમજ આમોદમાં ભારે તારાજી સર્જાઈ હતી.જોકે પૂર પરિસ્થિતિ માંથી ભાર આવી ગયા બાદ પુનઃ એકવાર મેઘરાજાએ જિલ્લાને ધમરોળી નાખ્યું હતું,અને વાલિયા તાલુકામાં 18 ઇંચ વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ હતી,ભરૂચ જિલ્લામાં વરસેલા મોસમના કુલ વરસાદ અંગે પૂર નિયંત્રણ કક્ષ માંથી જાણવા મળ્યા મુજબ જંબુસર 538 મી.મી,આમોદ 444 મી.મી,વાગરા 944 મી.મી,ભરૂચ 1157 મી.મી,ઝઘડિયા 890 મી.મી,અંકલેશ્વર 1122 મી.મી,હાંસોટ 1248 મી.મી,વાલિયા 1657 મી.મી અને નેત્રંગમાં 1587 મી.મી મળીને મોસમનો કુલ વરસાદ 9587 મી.મી નોંધાયો હતો.
સરદાર સરોવર નર્મદા ડેમમાં 2 લાખ 65 હજાર 205 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું લેવલ 134.51 મીટર નોંધાયું હતું,અને ડેમમાંથી નર્મદા નદીમાં 2 લાખ 20 હજાર 575 ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 20 ફૂટ પર પહોંચી હતી. મુશળધાર વરસાદ બાદ હાલમાં ભરૂચ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.
Latest Stories