અંકલેશ્વર: GIDCમાં આવેલ મનોરથ સોસાયટીના 2 મકાનના તાળા તૂટ્યા,લાખો રૂપિયાના માલમત્તાની ચોરીનો અંદાજ

મનોરથ સોસાયટીમાં મધરાતે તસ્કરોએ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજિત 10થી 15 હજાર રોકડા અને સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા

author-image
By Connect Gujarat Desk
New Update

અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ

મનોરથ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા

બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા

લાખોના માલમત્તાની ચોરીનો અંદાજ

પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મનોરથ સોસાયટીના બે  મકાનને મધરાતે તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા સહિતની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મનોરથ સોસાયટીમાં રહેતા જયેશકુમાર સાપલિન તેઓના પરિવાર સાથે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા તે દરમિયાન મધરાતે તસ્કરોએ તેઓને મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજિત 10થી 15 હજાર રોકડા અને સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા..
જ્યારે સોસાયટીમાં આવેલ અન્ય 4 નંબરના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ રોકડા અને ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બન્ને બનાવ અંગે મકાન માલિકે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી જેના પગલે જીઆઇડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories