/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
વડોદરા નજીક મહીસાગર નદી પરનો પુલ ધરાશયી
ભરૂચ નજીક પણ આવેલો છે જર્જરીત બ્રિજ
હાઇવે પર આવેલો જુનો સરદાર બ્રિજ જર્જરીત હાલતમાં
બ્રિજ પરથી નાના વાહનો થાય છે પસાર
બ્રિજનું સંપૂર્ણ સમારકામ કરાવવાની માંગ
વડોદરા અને આણંદ વચ્ચે પુલ થવાની ઘટના બાદ ભરૂચમાં પણ મોતના પૈગામ સમાન આવો બ્રિજ આવેલો છે.નેશનલ હાઇવે નંબર 48 પર જુનો સરદાર બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયો હોવા છતાં તેના પરથી નાના વાહનો પસાર થવા દેવામાં આવે છે
વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા 9 જેટલાં લોકોના મોત નિપજ્યા છે ત્યારે આવો જર્જરીત બ્રિજ ભરૂચમાં પણ આવેલો છે.ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48નો નર્મદા નદી પર આવેલો જૂનો સરદાર બ્રીજ અત્યંત જર્જરિત બની ગયો છે. જેને અનેક વખત રીપેર કરી નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો છે.અગાઉ જુના સરદાર બ્રિજની રેલીંગ તૂટી જતાં બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જુના સરદાર બ્રિજ અત્યંત જર્જરીત બની જતા તેના પર મોટા વાહનો માટે પ્રવેશબંધી છે અને આ માટે તંત્ર દ્વારા એંગલ પણ લગાડવામાં આવી છે. જોકે બ્રિજ પરથી કાર સહિતના નાના વાહનો જીવના જોખમે પસાર થાય છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે બીજી તરફ બ્રિજની રેલિંગ તૂટવા અને માર્ગ બિસ્માર બનવા સહિતના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે બ્રિજને સદંતર બંધ કરવો અથવા તેનું સંપૂર્ણ સમારકામ કરાવવાની વાહનચાલકો માંગ કરી રહ્યા છે.
નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિને પહોંચી વળવા જર્જરીત થયેલા જુના સરદાર બ્રિજ પરથી નાના વાહનો માટે વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે જોકે મોતના પૈગામ સમાન આ પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવો કેટલો યોગ્ય કહી શકાય એવા પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/25/amreli-2025-07-25-22-36-02.jpg)
LIVE