/connect-gujarat/media/media_files/2025/01/13/vDS9MrBsd95AHufxEKsX.png)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઝામડી ગામમાં ત્રણ મકાનોમાં આગનો બનાવ બન્યો છે,સર્જાયેલી ઘટનામાં મકાન બળીને ખાખ થઇ ગયા હતા,જ્યારે સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઝામડી ગામના આટીયું ફળીયા વિસ્તારમાં અચાનક એક પછી એક એમ ત્રણ મકાન આગની ઝપેટમાં આવી ગયા હતા.અને જોત જોતામાં આગ વધુ ફેલાય હતી,ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.ઘટના સંદર્ભે ONGCના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા,અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ઝામડી ગામના આટીયું ફળીયામાં રહેતા અરવિંદ બાબુભાઇ,જગદીશ સોમાભાઈ તેમજ નીતિન નામના વ્યક્તિના મકાનોમાં આગ લાગી હતી.આગમાં મકાન બાળીને ખાખ થઇ ગયા હતા.જોકે કોઈ જાનહાની ન પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો,પરંતુ આગથી મકાન ધારકોને મોટી નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.