New Update
અંકલેશ્વરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું નગર સેવાસદન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
દેશના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે જે નિમિત્તે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે વિવિધ વિસ્તારોમાં ફરી જવાહર બાગ ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબહેન મકવાણા સહિતના આગેવાનો વિવિધ શાળાના બાળકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા
Latest Stories