New Update
ગડખોલ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજન
જિલ્લા પંચાયત-આયુષ બ્લડ બેન્કનો સહયોગ
રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરાયું
રક્તની વર્તાતી જરૂરિયાતને પહોંચી વળવા આયોજન
મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરની પરિસ્થિતિને જોતા તેમજ રક્તની વર્તાતી જરૂરિયાતને પહોંચી વળવા ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત, તાલુકા પ્રમુખ પુષ્પા પટેલ, આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવા, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુશાંત કઠોરવાલા, CHC ગડખોલ અધિક્ષક ડો. બિનોઈ શર્મા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories