અંકલેશ્વર: પીરામણના રેલવેના અંડર બ્રિજ નજીક ટ્રક ફસાઈ જતા દોડધામ, એન્ગલ તૂટી પડી

પીરામણના રેલવેના અંડર બ્રિજ નજીક એન્ગલમાં હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એન્ગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી હતી.જેને પગલે દોડધામ મચી જવા પામી હતી

New Update
piraman
અંકલેશ્વરના હવા મહેલના ઢાળ પાસે મુકેલ એન્ગલમાં હાઈવા ટ્રક  ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના હવા મહેલથી પીરામણ ગામને જોડતા માર્ગ ઉપર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકી તંત્ર દ્વારા હવા મહેલ ઢાળ પાસે એન્ગલ મુકવામાં આવી છે.જે એન્ગલમાં આજે  હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એન્ગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી હતી.જેને પગલે દોડધામ મચી જવા પામી હતી. જો કે એન્ગલ નમી પડતા વાહન વ્યવહાર ઉપર તેની અસર જોવા મળી હતી.
Latest Stories