New Update
અંકલેશ્વર પંથકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માત સર્જાયા હતા,જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.નેશનલ હાઇવે પર ટ્રક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધા હતા,જ્યારે અન્ય એક બનાવમાં સજોદ ગામ પાસે બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી,સર્જાયેલા જુદા જુદા બંને અકસ્માતમાં ઇજાગ્રસ્તનાં મોત નિપજ્યા હતા.
અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ટ્રક ચાલક હણુતારામ હનુમાનરામ ગત તારીખ 27 મી ઓગસ્ટના રોજ પોતાની ટ્રક અંકલેશ્વર હાઇવે ઉપર મહાદેવ હોટલ પાસે પાર્ક કરી ભારત પેટ્રોલ પંપ પાસે રાત્રે 9 કલાકે રોડ ઓળંગી રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે રાહદારી ટ્રક ડ્રાઈવરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં હણુતારામ હનુમાનરામનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક અકસ્માતના બનાવમાં અંકલેશ્વર તાલુકાના સજોદ ગામનો ટેકરો ઉતરતા બાઇક લઈને હાંસોટ થી અંકલેશ્વર આવતા 48 વર્ષીય બાબુસિંહ મલખાનસિંહને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાબુસિંહને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Latest Stories