ભરૂચ: વાગરામાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા, પોલીસે રૂપિયા 5.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે ટેમ્પો અટકાવી તેમાં તલાશી લીધી હતી.અને પોલીસને ટેમ્પામાંથી લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડનો ભંગારનો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો પોલીસે રૂપિયા 5.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો 

New Update
Vagra Police
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે પોલીસે આછોદ ગામના બે ઈસમોને 5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો. તે દરમિયાન મુલેર ચોકડી થી આમોદ તરફ જવાના માર્ગ પર ONGC કોલોની નજીક એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહ્યો હતો.પોલીસે ટેમ્પો અટકાવી તેમાં તલાશી લીધી હતી.અને પોલીસને ટેમ્પામાંથી લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડનો ભંગારનો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે ડ્રાઇવરને પૂછપરછ કરતા તેણે કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. 
તેથી વાગરા પોલીસે ટેમ્પો ચાલક જુબેર ઇસ્માઇલ પટેલ ઉ.વ.38 રહેવાસી- આછોદ,બાબર ખડકી તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, સંજય રતિલાલ વસાવા ઉ.વ.35 રહેવાસી - આછોદ, નવીનગરી તારીખ આમોદ, જિલ્લો, ભરૂચ ના હોવાનુ જણાવ્યુ હતુ. અને પોલીસે બંનેની અટકાયત કરીને ટેમ્પામાં ભરેલ શંકાસ્પદ ભંગારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને કુલ  રૂપિયા 5,48000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરુ કરી હતી.
Latest Stories