ભરૂચ: આતંકી હુમલાના વિરોધમાં VHP અને બજરંગ દળનું ધરણા પ્રદર્શન, BJPના આગેવાનો પણ જોડાયા

જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભરૂચમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • જમ્મુ કશ્મીરના આતંકી હુમલાનો વિરોધ

  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરણા પ્રદર્શન યોજાયું

  • આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ

  • ભાજપના આગેવાનો પણ જોડાયા

Advertisment
જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધારણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભરૂચમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને  વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા તો સાથે જ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Advertisment