ભરૂચ: ઉમલ્લા નજીક રેલવે ગરનાળામાં વરસાદી પાણીએ જમાવટ કરતા ગ્રામજનોને હાલાકી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની રેલવે લાઇન પર ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન થઇ ગયા છે.

author-image
By Connect Gujarat Desk
New Update
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની રેલવે લાઇન પર ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન થઇ ગયા છે.અને જીવના જોખમે લોકો ગરનાળા માંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. 

ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક કાલીયાપુરા ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામીણ માર્ગ પરના રેલવે ગરનાળામાં વરસાદી પાણીની જમાવટ થતા મુશ્કેલરૂપ પરિસ્થિતિ સર્જાય છે. આ ગામના લોકો તેમજ નજીકમાં આવેલી રાજશ્રી વિદ્યામંદિરના શાળાના વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે,શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓએ ગરનાળાના પાણી માંથી જીવના જોખમે પસાર થવું પડે છે.
અને વાલીઓ મુખ્ય રોડ પર પોતાના વાહન મુકીને  અડધો કિલોમીટર દૂર સુધી બાળકોને શાળા પરથી પગપાળા લેવા તેમજ મૂકવા જવા માટે મજબુર બન્યા છે. આ ગરનાળા માંથી વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ જાય અને પાણી ભરાઇ ન રહે તે માટે રેલવે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે.
Latest Stories