New Update
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારનો બનાવ
નિર્માણાધીન બિલ્ડીંગ પરથી કામદાર નીચે પટકાયો
ગંભીર ઇજાના પગલે નિપજ્યું મોત
મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો
સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના ઝાડેશ્વર રોડ પર નિર્માણાધિન બિલ્ડીંગ પરથી નીચે ફટકાતા કામદારનું મોતની નિપજ્યું હતું આ મામલે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલા સાંઈ મંદિરની બાજુમાં પાનમ ગ્રુપના નિર્માણાધીન બિલ્ડિંગમાં રાત્રિના સમયે દુર્ઘટના સર્જાઈ હતી.
બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે આસપાસના કામદારોમાંથી નિવેદનો મેળવી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે કામદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories