/connect-gujarat/media/media_files/2025/02/19/hIBIGtHtlrx6Rq1xGhk3.jpg)
ભરૂચ જિલ્લા ભાજપના માજી મહામંત્રી નરેશકુમાર પટેલે સાંસદને કરી રજૂઆત
જ્યારે અંકલેશ્વર સૂર્યનગરી એક્સપ્રેસનું પણ સ્ટોપેજ શરુ કરવાની યાત્રીઓમાં માંગ
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે,અને ટ્રેન,રોડ,તેમજ અન્ય શહેરમાંથી હવાઈ યાત્રા થકી લોકો ઝડપી અને સારી મુસાફરી કરે છે,જોકે સ્થાનિક લોકોને મહત્વની ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે સાંસદ મનસુખ વસાવા સહિત ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા ભાજપના માજી મહામંત્રી નરેશકુમાર બી.પટેલ દ્વારા સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અરૂણસિંહ રણા,ઈશ્વરસિંહ પટેલ તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને સંબોધન કરીને એક રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો છે,જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ થી અમદાવાદ અને અમદાવાદ થી મુંબઈ તરફ દોડતી શતાબ્દી એક્પ્રેસનું સ્ટોપેજ મુંબઇના અંધેરી ખાતે આપવામાં આવે,જેના કારણે અંધેરી એરપોર્ટ સાથે અંધેરી રેલવે સ્ટેશનની કનેક્ટિવિટી વધે અને યાત્રીઓ માટે સુવિધાજનક અને સરળતા બની રહે.
આ ઉપરાંત તેજસ એક્સપ્રેસ ટ્રેન નંબર12953અને12954ટ્રેનનું સ્ટોપેજ અગાઉ અંધેરી રેલવે મથક પર હતું જ પરંતુ કોરોના કાળમાં આ સ્ટોપેજને બંધ કરવામાં આવ્યું હતું,વધુમાં તેજસ એક્સપ્રેસ ટ્રેન નંબર82901અને82902નું સ્ટોપેજ પણ અંધેરી રેલવે સ્ટેશન ખાતે આપી શકાય તેમ છે કારણ કે આ સમય દરમિયાન લોકલ ટ્રેનનો ટ્રાફિક પણ રેલ વ્યવહારને નડતો નથી.તેથી તેજસ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ અંધેરી ખાતે આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં નરેશકુમાર પટેલની રજૂઆતમાં મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ તરફ દોડતી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ પણ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.જ્યારે અંકલેશ્વર પણ રેલ કનેક્ટિવિટી માટે એક મહત્વનું સ્થળ ગણાય છે,અગાઉ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સૂર્યનગરી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું,પરંતુ તેનું સ્ટોપેજ બંધ કર્યા બાદ રેલયાત્રી માટે અસુવિધા ઉભી થઇ છે,તેથી સૂર્યનગરી એક્સપ્રેસનું અંકલેશ્વરમાં સ્ટોપેજ શરૂ કરવા માટે પણ રેલ યાત્રીઓમાં માંગ ઉઠી છે.