ઝઘડીયા: ભાલોદ ગામે ગંગાદશહરા પર્વની રજત જયંતિ મોહોત્સવની ધર્મભીની ઉજવણી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામમાં ગંગાદશાહરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત કરવામાં આવી રહી છે.ત્યારે આ પ્રસંગે રજત જયંતિ મહોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ભલોદમાં ગંગાદશહરા પર્વની ઉજવણી

  • નર્મદા નદીના કિનારે રજત જયંતિ મહોત્સવ ઉજવાયો

  • જેઠ સુદ એકમથી દશમ સુધી ગંગા-નર્મદા નદીમાં સ્નાનનું છે મહત્વ 

  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રહ્યા ઉપસ્થિત

  • નવયુગલોએ નર્મદા માતાને ચૂંદડી કરી અપર્ણ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામમાં ગંગાદશાહરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત કરવામાં આવી રહી છે.ત્યારે આ પ્રસંગે રજત જયંતિ મહોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠે વસેલા ભાલોદ ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ગંગાદશહરા મહોત્સવની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધીમાં ગંગા-નર્મદા નદી સ્નાન કરવાનુ મહત્વ વધારે હોય છે.ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા ગંગાદશહરા મોહત્સવની ઉજવણી કરી હતી.
જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા.ગંગાદશહરા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મુખ્ય બજારમાં આવેલા મહાકાળી માતાના મંદીરેથી બપોરના 5 કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.અને આ શોભાયાત્રા ભાલોદ ગામના વિવિધ વિસ્તારમાં ફરી નર્મદા નદી કિનારે સપન્ન થઈ હતી.આ અવસર નિમિત્તે નદી કિનારે તાજેતરમા લગ્નગ્રંથી થી જોડાયેલા નવયુગલ દ્વારા માઁ નર્મદાનુ પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરી હતી.ઉપરાંત એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..

New Update
stolen mobile phones
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી રોડ ઉપર રાજ હોમ્સ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચાવ ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલ જીતાલી રોડ ઉપર આવેલ રાજ હોમ્સ સોસાયટી પાસે ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આંટા ફેરા કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જેઓને મોબાઈલ ફોન અંગેના પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે મૂળ યુપી અને હાલ જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતો મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો.અને ચાર ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.