ભાવનગર : જાણીતા તબીબના ઘરેથી 10 કિલો ચાંદી મળી રૂ. 7 લાખના મત્તાની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા...

10 કિલો ચાંદીના ઘરેણાં સહિતના માલમત્તાની ચોરી પોલીસે ગણતરીના દિવસોમાં જ 3 તસ્કરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ભાવનગર : જાણીતા તબીબના ઘરેથી 10 કિલો ચાંદી મળી રૂ. 7 લાખના મત્તાની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા...

ભાવનગર શહેરના કાળુભા વિસ્તારમાં જાણીતા તબીબના ઘરેથી રૂપિયા 7 લાખની ચોરી થઈ હતી. જેમાં 10 કિલો ચાંદીના ઘરેણાં સહિતના માલમત્તાની ચોરી પોલીસે ગણતરીના દિવસોમાં જ 3 તસ્કરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 16 મેના રોજ ભાવનગર શહેરના કાળુભા રોડ પર માધવદીપ નજીક નંદનવન હોસ્પિટલ ચલાવતા જાણીતા બાળરોગ નિષ્ણાત ડો. જયેશ પંડ્યા પરિવાર સાથે પુના ગયા હતા, ત્યારે તસ્કરોએ ડો. જયેશ પંડ્યાની હોસ્પિટલ પાસે આવેલ તેમના બંધ બંગલાને નિશાન બનાવ્યું હતું, જ્યાં કબાટ તથા તિજોરીના લોક તોડી તેમાં રહેલ રૂ. 7 લાખની કિંમતના ચાંદીના ઘરેણાંની ચોરી કરી નાસી છૂટયા હતા. ચોરીની ઘટના અંગે મકાન માલિકે નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, ત્યારે આ તસ્કરો કુંભારવાડા મોતીતળાવ વિસ્તારના રહેવાસી જણાતા તેઓને પોલીસ મથકે લાવી યુક્તિ પ્રયત્નથી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા, અને તેઓએ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે તસ્કરો પાસેથી ચાંદીના ઘરેણાં સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories
    Read the Next Article

    હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની કરી આગાહી, કેટલા જિલ્લામામાં યલો એલર્ટ કર્યું જાહેર

    રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને

    New Update
    varsad

    રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને ઉકળાટની સ્થિતિ સર્જાઇ છે.

    હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા કેટલાક વિસ્તારમાં ઓરેંજ તો કેટલા જિલ્લામામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેને લઇને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને સાત દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

    ત્રણ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ

    • સાબરકાંઠા
    • અરવલ્લી
    • મહીસાગર

    હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરી છે.આજે સૌરાષ્ટ્રના અમરેલી,પોરબંદર સહિતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇને યલો એલર્ટ જાહેર કરે છે.  

    Latest Stories