Connect Gujarat
ગુજરાત

ભાવનગર : તાઉતે વાવાઝોડું આવ્યાને 7 મહીના વિત્યા, સહાયથી વંચિત જાગધારના ગ્રામજનોમાં રોષ

મહુવાના જાગધારમાં વાવાઝોડાએ સર્જી હતી તબાહી, તાઉતે વાવાઝોડું આવ્યું હોવાને 7 મહીના વીતી ગયા

X

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જાગધાર ગામે તાઉતે વાવાઝોડું આવ્યાના 7 મહીના વીતી ગયા હોવા છતાં પણ ગ્રામજનો હાલ સરકારી સહાયથી વંચિત છે, ત્યારે સરકાર દ્વારા વહેલી તકે સહાય આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

મહુવાના જાગધાર ગામે તૌકતે વાવાઝોડા આવ્યાને 7 મહીના જેટલો સમય વિતી ગયો છે. છતાં પણ આજદિન સુધી વાવાઝોડાથી થયેલ નુકશાની સામે ગ્રામજનોને સહાય મળી નથી, ત્યારે સરકાર દ્વારા સહાય ન મળતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. જાગઘાર ગામમાંથી લગભગ 450 ફોર્મ સહાય માટે ભરવામાં આવ્યા હતા. ગામના લોકોને કેશડોલ તેમજ મકાન નુકશાનની સહાય ન મળતા લોકો રોષે ભરાયા છે.

જાગઘારના ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, ચૂંટણી સમયે મત લેવા આવતા રાજકીય લોકો દ્વારા ગામના લોકોને વળતો જવાબ આપવામાં આવતો નથી. ગામમાં લગભગ ૭૦% મકાનોને નુકશાન થયું છે. જોકે, સર્વે કર્યાના અનેક મહીનાઓ થયાં છે, પણ આજદીન સુધી લોકો સહાયથી વંચિત છે. એક તરફ સરકાર દ્વારા નુકશાની સામે સહાય પેકેજ બહાર પાડવામાં આવે છે. પરંતુ એવું લાગે છે કે, આ સહાય લોકો સુધી નથી પહોંચતી. હજુ પણ અનેક લોકો સહાયથી વંચિત છે, ત્યારે હવે સરકાર દ્વારા બાકી લોકોને સહાય આપવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Next Story