ચિત્ર જીઆડીસીમાં લાગી ભીષણ આગ
ટાયર્સ અને ફરસાણના ગોડાઉનમાં લાગી આગ
ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો
વિકરાળ આગને પગલે સ્થાનિકોમાં ભયભીત
ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ
ભાવનગરના ચિત્ર જીઆઇડીસીમાં આવેલ ટાયર્સ અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની હતી,ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરમાં ચિત્રા જીઆઇડીસીમાં આવેલા ફરસાણના ગોડાઉન અને તેની બાજુમાં આવેલી ટાયર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના બનાવને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સવારના સમયે બનેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી.
આગ લાગી તેવી જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન શરૂ કર્યા હતા.ફાયર વિભાગે 12 જેટલી ગાડીઓનો ઉપયોગ કરીને ભારે પાણીનો મારો ચલાવ્યો હતો.અને આગ પર સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો,જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થવા પામી નથી. આગ લાગવાના કારણો જાણવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે.