Connect Gujarat
ગુજરાત

ભાવનગર : જગન્નાથજીની રથયાત્રાને લઇ તંત્ર અને આયોજક વચ્ચે યોજાઈ બેઠક

દેશની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ગણાતી ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિતે કલેકટરના અધ્યક્ષસ્થાને પોલીસ તંત્ર સહિતના વહીવટી તંત્ર અને રથયાત્રા સમિતિ વચ્ચે બેઠક યોજાઇ હતી.

ભાવનગર : જગન્નાથજીની રથયાત્રાને લઇ તંત્ર અને આયોજક વચ્ચે યોજાઈ બેઠક
X

દેશની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ગણાતી ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિતે કલેકટરના અધ્યક્ષસ્થાને પોલીસ તંત્ર સહિતના વહીવટી તંત્ર અને રથયાત્રા સમિતિ વચ્ચે બેઠક યોજાઇ હતી. સરકાર દ્વારા કોરોના મહામારીને પગલે સંપૂર્ણ ગાઇડલાઈનનું પાલન કરી રથયાત્રા કાઢવાની મંજુરી આપવામાં આવી છે. ત્યારે ભાવનગર માંથી છેલ્લા ૩૫ વર્ષથી પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા કાઢવા સમિતિ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ગત વર્ષે કોરોના મહામારીને પગલે રથયાત્રા માત્ર સુભાષનગર મંદિર ખાતેથી રથ નિયત જગ્યાથી બહાર કાઢી ત્યાં જ ઉભો રાખી અને રથયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ કોરોના સંપૂર્ણ રીતે ગયો નથી અને ત્રીજી લહેરના ખતરો સામે છે તેવામાં સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન અનુસાર રથયાત્રા કાઢવા માટે મંજુરી આપવામાં આવતા ભાવનગર વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા સમિતિ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં જીલ્લા કલેકટર દ્વારા સમિતિના અધ્યક્ષ સાથે રથયાત્રા દરમિયાન રાખવામાં આવનારી તકેદારી અને કોરોના અંગે માહિતી આપી હતી. સાથે માત્ર પાંચ વાહનો અને રથને નિયત ૧૭ કિલોમીટરના માર્ગ પર પસાર કરવા માટે મહાનગરપાલિકા, પીજીવીસીએલ, ટેલીફોન લાઈન અને અન્ય નડતરરૂપ મુશ્કેલીઓ દુર કરવા જેતે વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. સાથે જ રથયાત્રામાં જોડાય તે તમામ લોકોએ ફરજીયાત વેક્સીન લીધી હોવી જોઈએ અને સાથે ૪૮ કલાક પહેલા RTPCR ટેસ્ટ કરવી લેવા જણાવ્યું હતું. રથયાત્રા સવારે ૮ કલાકે પ્રસ્થાન કરાવી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધીમાં પરત નિયત સ્થાન પર લાવવા અને રથયાત્રા સમય દરમિયાન ૧ વાગ્યા સુધી કર્ફ્યું જરી રહેશે. તેમજ રથયાત્રાના એક દિવસ પહેલા પોલીસ તંત્ર સહીત તમામ વિભાગને રૂટ પર જવા પણ સુચના આપી હતી. જીલ્લા કલેકટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં અધિક કલેકટર પટેલ, જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, મનપા આરોગ્ય અધિકારી સહીત વિભાગીય અધિકારીઓ અને રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story