Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાય

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર : ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાય
X

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરે ચોમાસા પહેલાં વિવિધ વિભાગોએ કરવાના કાર્યોની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. જિલ્લા કલેકટરે પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે, પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા, જી.ઇ.બી., પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવા તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લાના શરૂ કરવાના કંટ્રોલ રૂમ શરૂ કરવાં જણાવ્યું હતું. આ ઉપરાંત કલેકટરે જિલ્લામાં આવેલી કાંસની સફાઇની કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

Next Story