કોંજળી ગામમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર
ઘરમાં સુતેલા વૃદ્ધાની હત્યા બાદ લૂંટને આપ્યો અંજામ
ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં હત્યાની થઈ પુષ્ટિ
લૂંટારૂ વૃદ્ધાના કાનમાં પહેરેલા દાગીના લૂંટી ફરાર
પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ગામમાં 85 વર્ષની વૃદ્ધા ઉજીબેનને તેમના જ ઘરમાં ગળું દબાવી હત્યા કરી લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે લૂંટ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો હતો.30 ઓક્ટોબર 2025ની રાત્રે અજાણ્યા શખ્સોએ 85 વર્ષની ઉજીબેન નામની વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં ગળું અને મોઢું દબાવી હત્યા કરી હતી.હત્યા પછી આરોપીઓએ મૃતકના કાનમાં પહેરેલા સોનાના ઘરેણા લૂંટી ફરાર થઈ ગયા હતા.સમગ્ર ઘટના અંગે મૃતકના પુત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ચકચારી લૂંટ વિથ મર્ડર ઘટનાની જાણ થતા મહુવા ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ફોરેન્સિક ટીમ દ્વારા કરાયેલ પોસ્ટમોર્ટમમાં હત્યાની પુષ્ટિ થઈ હતી. મૃતકના પુત્રની ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ સામે મહુવા ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.