Connect Gujarat
ગુજરાત

ભાવનગર: રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા ગ્રામજનોમાં રોષ,ગામની શણતી ડહોળવાનો પ્રયાસ થયા હોવાના આક્ષેપ

ભાવનગરના ગારિયાધારના રૂપાવટી ગામનો બનાવ, હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા વિવાદ, ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો

X

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે હિન્દુ વિસ્તારમાં દફનવિધિ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવીધી થતા રૂપાવટી ગામના લોકોમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો.રૂપાવટી ગામમાં કબ્રસ્તાન હોવા છતાં હિંદુ વિસ્તારમાં દફનવીધી કરવા પાછળ રૂપાવટી ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ ગામના લોકોએ કરતા ગામ લોકોમાં આક્રોશ થયો હતો . જો કે આ અગાઉ મામલતદારને આવેદનપત્ર આપવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગામ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.રૂપાવટી ગામના લોકો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી ગારીયાધારની મામલતદાર કચેરી ખાતે આમરણાંત ધારણાના કાર્યક્રમ માં બેસશે અને આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

Next Story