ગુજરાતને પોષણ યુક્ત અભિયાન અંતર્ગત ભાવનગરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુખડી તુલા કરવામાં આવી હતી તેમજ અધ્યતન આકર્ષક આંગણવાડી મોડેલનું લોકાર્પણ કરવામાં આવ્યું..
ભાવનગર શહેરના અટલ ઓડિટોરિયમમાં ગુજરાતને પોષણયુક્ત આહાર અભિયાન સહિતના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની સુખડી તુલા કરવામાં આવી હતી.આ સુખડી તુલા બાદ સુખડીઓના બોકસ શાળાના ઓછા વજનવાળા કુપોષિત બાળકોને અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ આ સુખડી સગર્ભા મહિલાઓ અને સર.ટી.હોસ્પિટલની પ્રસૂતા વોર્ડમાં દાખલ મહિલાઓને પણ આપવામાં આવશે.
ગુજરાતના બાળકો-મહિલાઓ વધુ પોષણયુક્ત આહાર સાથે વધુ સુપોષિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સર.ટી.હોસ્પિટલમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી રૂ.1.5 કરોડના ખર્ચે શહેરની સૌ પ્રથમ આઇસીયું ઓન વ્હીલ વેન અને આરોગ્યસેવા માટે જરૂરી સાધનો ફાળવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિભાવરીબેન દવે, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, મેયર, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેકટર તેમજ મોટી સંખ્યામાં ભાજપના પુરુષ અને મહિલા કાર્યકરો શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.