વડવા ચબુતરામાં જૂથ અથડામણનો મામલો
મોડી રાત્રે બે જૂથ્થ વચ્ચે મારામારી સર્જાઈ
મુસ્લિમ સમાજના બે જુથ વચ્ચે સર્જાઈ મારામારી
ટોળાએ 3 લારીઓને ઉંધી પાડી તોડફોડ કરી
પોલીસે વિડિયોના આધારે તપાસ હાથ ધરી
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં મુસ્લિમ સમાજના બે જૂથ આમને સામને આવી ગયા હતા,અને જૂથ અથડામણ સર્જાઈ હતી,ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર સોડા બોટલો ફોડી હતી.જોકે વારંવાર બનતી જૂથ અથડામણની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.આ વિસ્તારમાં બે દિવસમાં બીજી વખત જૂથ અથડામણ સર્જાઈ હતી.જોકે ઘટના અંગેની જાણ નિલમબાગ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યા હતો,પરંતુ પોલીસને જોઈને તોફાનીઓ વિખેરાઇ ગયા હતા.અને જૂથ અથડામણનો માહોલ શાંત થઇ ગયો હતો.સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા અથડામણના વીડિયોને આધારે કાર્યવાહી શરૂ કરીને તોફાની તત્વોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.





































