Connect Gujarat
ગુજરાત

ભાવનગર: શહેરમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ; તંત્ર આવ્યું હરકતમાં

ભાવનગર છેલ્લા સાત દિવસમાં કોરોના કેસમાં વધારો થતાં મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો.

X

ભાવનગર છેલ્લા સાત દિવસમાં કોરોના કેસમાં વધારો થતાં મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ તરફ ભવનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સતત સાત દિવસથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે અને શનિવારના રોજ મહાનગરપાલિકા વિસ્તારમાં એકસાથે 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારે વધતાં જતાં કેસોને લઈને મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ફરીથી આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટનો પ્રારંભ કરાયો છે. ત્યારે બીજી તરફ સર.ટી. હોસ્પિટલ ખાતે પણ આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડની સંખ્યા, ઓક્સિજન પ્લાન્ટમાં પૂરતો ઓક્સિજન તેમજ આરોગ્ય કર્મીઓની સહિતની તમામ સવલતો પૂરી પાડવા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

Next Story