-
સાવકી માતાનો માસુમ બાળકીને ત્રાસ
-
9 વર્ષીય બાળકીને માર માર્યો
-
હાથ પગ બાંધી મોઢા પર લગાવી ટેપ
-
માસુમ બાળકીના માથાના વાળ પણ કાપી નાખ્યા
-
સોસાયટીના રહીશોએ બાળકીને કરાવી મુક્ત
ભાવનગર શહેરમાં એક 9 વર્ષની બાળકીને સાવકી માતા ક્રૂર રીતે માર મારી અત્યાચાર કરતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે,જેના કારણે પંથકમાં લોકો માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.
ભાવનગર શહેરના શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષની બાળકીને તેની સાવકી માતા બન્ને હાથ પગ બાંધી, મોઢે પ્લાસ્ટિક ટેપ લગાવી, માથાના વાળ, આંખના નેણ કાપી નાખી પીપળામાં પૂરી રાખતી હતી.સ્થાનિક લોકોને જાણ થતા બાળ કલ્યાણ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિને ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી.અને અધિકારીઓ દ્વારા બાળકીને રેસ્ક્યુ કરીને મુક્ત કરાવી હતી તેમજ તેનો કબજો લીધો હતો.ઘટના અંગે બાળકીને પૂછવામાં આવતા બાળકીએ જણાવ્યું હતું કે મને અને મારી બેનને માતા દ્વારા અવાર નવાર માર મારવામાં આવે છે.અને મને પંખે પણ લટકાવે છે.હાલ બાળકીની સંભાળ માટે તાપીબાઈ વિકાસગૃહમાં સોંપવામાં આવી છે.પ્રકાશમાં આવેલી આ ઘટનાને પગલે પંથકમાં લોકોએ સાવકી માતા પર ફિટકાર વરસાવ્યો હતો.