Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ડે.સીએમ નીતિન પટેલે સર ટી. હોસ્પિટલની લીધી મુલાકાત, શહેર માટે બે મોટી જાહેરાત

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બોટાદ બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા

X

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બોટાદ બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે શહેર માટે બે મોટી જાહેરાત પણ કરી હતી.

ભાવનગર શહેરમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અચાનક સર ટી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત સમયે વિભાવરીબેન દવે અને જીતુભાઇ વાઘાણી સાથે રહ્યાં હતાં. શહેરની સર ટી હોસ્પિટલમાં નવી 11 માળની હોસ્પિટલની જાહેરાત કરી હતી તો લેપ્રેસીમાં પણ હોસ્પિટલની જાહેરાત કરી અન્ય શહેરને સંલગ્ન વિકાસના કામો વિશે માહિતી આપી હતી. હોસ્પિટલની મુલાકાત બાદ નીતિન પટેલે મહિલાઓ અને બાળકો માટેની 300 બેડની 11 માળની નવી હોસ્પિટલ નિર્માણ પામશે તેવી જાહેરાત કરી હતી. આ સાથે ભાવનગરમાં દવાઓના સ્ટોકના સંગ્રહ માટે અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે દવાઓ માટેનું ગોડાઉન બનશે તો લેપ્રસી હોસ્પિટલ ખાતે 50 બેડની મેન્ટલ હોસ્પિટલ બનશે તેની પણ જાહેરાત કરી હતી. ભાવનગરને જોડતા માર્ગોને ચાર માર્ગીય બનાવવા માટે ફેઝ-2 ના કામની શરૂઆત થશે તેવું જણાવ્યુ હતું. આ મુલાકાત સમયે તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા તથા લેપ્રસી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Next Story