સિહોર શહેરની રૂખડાવાળી શેરીમાં બનેલી હૃદયદ્રાવક ઘટના
કચરો નાખવા જેવી સામાન્ય બાબતે વૃદ્ધ મહિલા ઉપર હુમલો
નિર્દયી હુમલામાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
પોલીસે હત્યારાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો
ભાવનગર જિલ્લાના સિહોર શહેરની રૂખડાવાળી શેરીમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોડી નાંખ્યું છે. કચરો નાખવા જેવી સામાન્ય બાબતે નિર્દોષ વૃદ્ધ મહિલા થયેલા નિર્દયી હુમલામાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના સિહોર શહેરની રૂખડાવાળી શેરીમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોડી નાંખ્યું છે, જ્યાં સમાન્ય બાબતે થયેલા ઝગડામાં એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સિહોરના રૂખડાવાળી શેરીમાં રહેતા વૃદ્ધા પર કચેરો નાખવા જેવી સામાન્ય બાબતે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેઓનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રૂખડવાડી શેરીમાં રહેતા ભુપત નામના વ્યક્તિએ અચાનક હીરાબેન પર કોઈપણ ઉશ્કેરણી વગર તેમના માથાના ભાગે કુહાડી વડે ઘા જિંકી જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હીરાબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. જેના કારણે વિસ્તારમાં ચીસો-બૂમો મચી ગઈ હતી. આ દરમિયાન હીરાબેનને બચાવવા દોડી આવેલા કુમારભાઈ ઉપર પણ ભુપતે કુહાડી વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ હિંસક હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનામાં બન્ને લોકોને ગંભીર ઇજા પહોંચતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર પ્રથમ સિહોર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 2 દિવસની સારવાર બાદ હીરાબેનનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સિહોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લઈ હુમલો કરનાર ભુપતને ઝડપી પાડ્યો હતો. શરૂઆતમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. પરંતુ હીરાબેનના અવસાન બાદ હવે BNSની કલમ હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હુમલાની ઘટના બનતા જ આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે હાલ આરોપી ભુપત જિલ્લા જેલમાં હોય, જેને લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.