Connect Gujarat
ગુજરાત

ભાવનગર: માત્ર રૂ.4 હજારની લેતીદેતીમાં મિત્રોએ કરી મિત્રની હત્યા, જુઓ ચોંકાવનારો બનાવ

ભાવનગરનો ચકચારી બનાવ, મિત્રોએ કરી મિત્રની હત્યા રૂ.4 હજારની લેતીદેતીમાં હત્યા કરાય

X

ભાવનગર શહેરના સુભાસનગર વિસ્તારમાં માત્ર ચાર હજાર રૂપિયાની લેતી દેતીમાં યુવાનની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં થયેલા ચકચારી મર્ડર કેસના આરોપીઓને ગણતરીના સમયમાં ઘોઘારોડ પોલીસ મથકની ટીમે ઝડપી લીધા હતા.ભાવનગર શહેર સુભાષનગરમાં રહેતા પુજન રાઠોડ નામના યુવાને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ચિત્રા ખાતે રહેતા તેના મિત્રો ઉમેશ ચૌહાણ તથા આસીફ સાદિકભાઇ જુનેજા સાથે હતા ત્યારે આજ વિસ્તારમાં રહેતા રોહિતબારૈયાએ તેમની પાસેથી અગાઉ લીધેલા ઉછીના 9 હજાર પૈકી 4 હજાર લેવા માટે ઉમેશભાઇ ચૌહાણની બાઇક લઇને સુભાષનગર, મફતનગરમાં ગયો હતો.

જ્યાં રોહીત બારૈયા તથા તેના બે મિત્રોએ કાવતરું રચી પાઇપો તથા છરી વડે પૂજન તથા તેમના મિત્રો પર હુમલો કરતા ઉમેશને ગંભીર ધા મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. જે અંગે ઈજાગ્રસ્ત પૂજન દ્વારા હોસ્પીટલ ખાતેથી ફરીયાદ નોંધાવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથધરતા આરોપીઓ તથા કાયદાના સંધર્ષમાં આવેલ બાળ કિશોરને મર્ડર વેપન છરી તથા પાઇપો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

Next Story